<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાજપીપળા પાલિકા દ્વારા ૧૦૦ થી વધુ ગાયો પકડી પાંજરાપોળ મોકલી, પરંતુ હાલ શહેરમાં ફરતી બીજી ગાયો ક્યાંથી આવી. ?!

દરબાર રોડની ગલીઓમાં તેમજ મુખ્ય માર્ગો પર દેખાતી ગાયો કોણ મૂકી ગયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ હતો પરંતુ હાલ નગરપાલિકામાં મુકાયેલા ચીફ ઓફિસરએ ચાર્જ સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો અને ૧૦૦ થી વધુ ગાયો અને આંખલાને પાંજરાપોળ મોકલી આપતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પરંતુ હાલ કેટલાક દિવસોથી પુનઃ કેટલીક ગાયો રાજપીપળાના મુખ્ય માર્ગ અને નાની ગલીઓમાં ફરતી ઘાઈ હોય તો આ ગાયો ક્યાંથી આવી.? શું આ ગાયો બીજી વધારાની છે.? તેવા સવાલ હાલ ચર્ચામાં છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરના ગાય અને આંખલાનો ત્રાસ વધ્યો હતો ત્યારે પાલિકાના મુખ્ય અધિકારી વૈશાલીબેન વરિયાએ ચાર્જ સંભાળતા જ સફાયો કર્યો હોય એમ શહેર માંથી ગાયો અને આંખલાઓને પકડી ભરૂચ અને કરજણની પાંજરાપોળના મોકલી આપતા શહેરીજનોએ રાહત મેળવી હતી ત્યારબાદ હાલમાં કેટલીક ગાયો પૂનઃ શહેર માં ફરતી જોવા મળી રહી છે તો આ ગાયો ક્યાંથી આવી તેવા સવાલ ઉઠ્યા છે. કેટલીક ગાયો તો નાની ગલીઓ માં અડિંગો જમાવી બેસે છે અને રસ્તા જામ થતા વાહન ચાલકો કે રાહદારીઓ પણ ત્યાંથી રસ્તો પસાર નથી કરી શકતા

  આ માટે અમે પાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયાનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન રીસીવ ન કરતા, તેમને વોટ્સએપ પર મેસેજ કરી આ બાબતે પૂછતા તેનો પણ કોઈ રિપ્લાય નહીં મળતા શું સમજવું. જોકે મેસેજમાં અમે ક્લબમાં પૂરેલી ગાયોને માલિક છોડવી ગયા કે પાંજરાપોળ મોકલી તેમ પણ સવાલ કર્યો પરંતુ તેમના તરફથી કોઇજ પ્રત્યુત્તર નહીં મળ્યો

(11:05 PM IST)