તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
રાજપીપળા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ
શહેરની ગલીઓ, મુખ્ય માર્ગ ઉપર બિન્દાસ ફરતા અને અચાનક દોડાદોડી કરી લોકોના જીવ તાળવે ચોંટાડતા જાનવરોમાંથી કાયમી છુટકારો ક્યારે મળશે..?

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોર નો ત્રાસ જોવા મળે છે જેમાં મુખ્ય માર્ગની સાથે સાથે નાની ગલીઓ માં પણ આ ત્રાસ હોય ક્યારેક આખલા યુદ્ધ થાય તો સ્થાનિકોના જીવ તાળવે ચોટી જતા હોય છે, ક્યારેક ઘર આંગણે પાર્ક કરેલા વાહનોનો પણ ખુરદો બોલાવે છે માટે આ રઝળતા ઢોરથી લોકો કંટાળી ચૂક્યા છે. ત્યારે આજથી રાજપીપળા નગરપાલિકા ટીમ દ્વારા ઢોર પકડવા માટે કાર્યવાહી થઈ છે.
રાજપીપળા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના હેઠળ પાલિકા દ્વારા ઢોર પાર્ટી બોલાવી ખાસ ઝુંબેસ ચાલુ કરવામાં આવી છે અને શરૂ થયેલ આ ઝુંબેશ માં લગભગ 10 જેવા ઢોર પકડી સલામત સ્થળે મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભૂતકાળમાં પણ નગરપાલિકા દ્વારા રાત્રિ ઝુંબેશ શરૂ કરાઈ હતી પરંતુ જાનવરો પકડ્યા બાદ દૂર છોડી મૂકવામાં આવ્યા છતાં ફરી આ ઢોર ગજપીપળામાં આવી ગયા હતા, માટે આ ઝુંબેશ બાદ પણ કોઇપણ જાનવર ગંધ પારખી પોતાની જગ્યા પર પાછું આવતું હોવાથી શહેરીજનોને આ ત્રાસમાંથી કાયમી છુટકારો મળે તેમ લાગતું નથી. માટે આવા રખડતા જાનવરોને કરજણ કે અન્ય પાંજરાપોળ માં મૂકે તો કાયમી ઉકેલ આવી શકે છે. ખેર હાલ તો આ ઝુંબેશ થી લોકો ને આંશિક રાહત મળશે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
