તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શિવાની મહેતાએ વિધીવત ચાર્જ સાંભળ્યો
વર્ષો જૂની પાણીની સમશ્યાનો ઉકેલ લાવવા અને સફાઈ સહિત રોડ રસ્તાના કામો સહિત વિકાસના કાર્યો કરીશું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજપીપળા નગર પાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી 19.મે ના રોજ પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેની ચૂંટણી માં વોર્ડ 4 ના સભ્ય શિવાનીબેન મહેતા પ્રમુખ બન્યા, ઉપ પ્રમુખ ઉત્કર્ષ વસાવા બન્યા કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા તરીકે પ્રગ્નેશ રામી અને દંડક તરીકે ધર્મેશ સોલંકીને જાહેર કરવામાં આવ્યા હતા. આગામી અઢી વર્ષ માટે રાજપીપળા નાગપાલિકાના વિકાસના કામો કરવા અને લોકો ની સેવા કરવા આ ટીમ આજથી કામે લાગી, પ્રમુખ તરીકે શિવનિબેન મહેતા એ વિધિવત પાલિકા પ્રમુખ નો ચાર્જ આજે સંભાળી લીધો છે. સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રમુખ શિવાનીબેન મહેતા પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને પ્રથમ વખત પ્રમુખ બન્યા તેમને ચાર્જ લેતા જ જણાવ્યું હતું કે વર્ષો જૂની પાણીની સમશ્યા નો ઉકેલ લાવવા અને સફાઈ સહિત રોડ રસ્તાના કામો સહિત વિકાસના કાર્યો કરીશું, ચૂંટણી દરમ્યન કેટલીક સમશ્યાઓ અમને લોકોએ જણાવી છે એ તમામ સમશ્યાઓ દૂર કરવા હું અને મારી પુરી ટીમ કામે લાગી ગયા છે. હું રાજપીપળાની જનતાને એટલો વિશ્વાસ ચોક્કસ આપીશ કે કામગીરી કરવામાં કોઈ કચાસ રાખીશ નહિ.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
