News of Thursday, 23rd July 2026
રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ. ના બે ડિરેક્ટરોએ RBIની માર્ગદર્શિકા અનુસાર 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં સ્વૈચ્છિક રાજીનામા આપ્યા
બંને ડિરેક્ટરો એ બેંકના તમામ ડિરેક્ટરો, સહ-ડિરેક્ટરો , મુખ્ય કાર્યકારી અધિકારી તથા કર્મચારી મિત્રો દ્વારા મળેલા સહકાર અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત પણ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ., રાજપીપળાના ડિરેક્ટરો માં ડૉ. નિખિલભાઈ નટવરલાલ મહેતા તથા ડૉ. સમીરભાઈ નયનકુમાર મહેતાએ RBI દ્વારા જારી કરવામાં આવેલી લાગુ પડતી માર્ગદર્શિકા/નિયમો અનુસાર સતત 10 વર્ષનો ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં પોતાના ડિરેક્ટર પદેથી સ્વૈચ્છિક રાજીનામાંઆપ્યાં છે.
બંને ડિરેક્ટરો એ બેંકના ડિરેક્ટર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન બેંકની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બેંકના વહીવટમાં ચેરમેન, વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મુખ્ય કાર્યકારી અધિકારી તથા કર્મચારીગણ સાથે મળીને તેમણે બેંકના હિતમાં કામગીરી કરી હતી.
રાજીનામું આપતી વખતે બંને ડિરેક્ટરો એ બેંકના તમામ ડિરેક્ટરો, સહ-ડિરેક્ટરો , મુખ્ય કાર્યકારી અધિકારી તથા કર્મચારી મિત્રો દ્વારા મળેલા સહકાર અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત પણ કર્યો હતો. સાથે સાથે, બેંકની સતત પ્રગતિ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બંને ડૉક્ટરો એ બેંકના વિકાસ માટે આપેલી સેવાઓ અને યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના ભવિષ્યના જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
