News of Wednesday, 3rd June 2026
રાજપીપળા પૂરવઠા ગોડાઉન પર દુકાનદાર અને ગોડાઉન મેનેજર વચ્ચે અનાજના વજનમાં ઘટ બાબતે ઊગ્ર બોલાચાલી
પહેલા રૂપિયા ભરવા છતાં નંબર મુજબ અનાજ નહીં આપતા તેમજ વજનમાં ઘટ આવતા દુકાનદારનો પારો છટક્યો અને થઈ જોરદાર બોલાચાલી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ માં અનાજ બાબતે વારંવાર સવાલો ઉઠે છે ત્યારે હાલમાં અનાજનો જથ્થો લેવા આવેલા એક દુકાનદારે પરમીટના રૂપિયા પહેલા ભર્યા હોય નિયમ મુજબ નંબર પ્રમાણે અનાજ વિતરણ કરવાનું હોય પરંતુ આ એક દુકાનદારને નિયમ મુજબ અનાજ નહીં મળતા દુકાનદારે અવાજ ઉઠાવ્યો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મળતી માહિતી મુજબ હાલમાં એક પૂરવઠાના દુકાનદાર અને ગોડાઉન મેનેજર વચ્ચે થયેલી માથાકૂટમાં જાણવા મળ્યું કે આ દુકાનદારે પરમીટના રૂપિયા પહેલા ભર્યા હતા અને નિયમ મુજબ નંબર પ્રમાણે ગોડાઉન ઉપરથી અનાજ ફાળવવામાં આવતું હોય પરંતુ આ દુકાનદારને તેનો નંબર હોવા છતાં અનાજ નહીં આપવાની વાતે ગોડાઉન મેનેજર અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ તાયફો લાંબો સમય ચાલ્યો હતો. જેમાં અનાજ ઓછું આપવાનું અને ઘણા કચરા વાળું અનાજ આપવાની વાતે તથા નિયમનું પાલન નહીં થતા દુકાનદારે ભારે ઓહાપોહ કર્યો ત્યારબાદ આ તાયફા નો અંત આવ્યો હતો.
જોકે રાજપીપળા માં પૂરવઠા નું મુખ્ય ગોડાઉન હોવા છતાં ગોડાઉન મેનેજર વધુ સમય જીતગઢ ના ગોડાઉન પર વિતાવતા હોવાની વાતે પણ સવાલો ઉઠ્યા છે ત્યારે આ બાબતની તપાસ કોણ કરશે..?
આ બાબતે અમે ગોડાઉન મેનેજર પટેલ ને બે થી ત્રણ વાર પૂછ્યું કે એવુ તો શું થયું સાહેબ કે દુકાનદાર આટલા બધા ગુસ્સે થયા..? પરંતુ મેનેજર નો એકજ જવાબ હતો, છોડો ને એ વાત પતી ગઈ, ત્યારે સવાલ એ થયો કે માથાકૂટ થવાની સાચી હકીકત આપવાને બદલે ગોડાઉન મેનેજર એ કેમ એ વાત પતી ગયા નો એકજ સુર પકડી રાખ્યો..?
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
