<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રાજપીપળા અને સાગબારા પોલીસે શ્રાવણીયો જુગાર રમતા ૧૯ જુગારીઓને રૂ. 80,690 ના મુદામાલ સાથે ઝડપી લીધા

રાજપીપલા હરસિધ્ધીનગર સોસાયટી અને સાગબારાના કોલવાણ ગામમાં જુગાર પર પોલીસે છાપો માર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપળા અને સાગબારા પોલીસે બે જુગારધામો પર રેડ કરી મુદામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા

  મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે રાજપીપલા હરસિધ્ધીનગર સોસાયટી ખાતે રહેતા પારવબેન પ્રભાતભાઇ કુંચબદીયા નાઓના મકાનના ધાબા ઉપર જુગાર રમતા (૧)રાજુભાઇ રમેશભાઇ વસાવા(રહે. રાજપીપલા, નરસિંહ ટેકરી ) (૨)અરૂણભાઇ પ્રભાતભાઇ કુંચબદીયા (રહે.રાજપીપલા હરસિધ્ધિનગર સોસાયટી )(૩) અનોખીભાઇ બાબુભાઇ કુંચબદીયા (રહે. રાજપીપલા હરસિધ્ધિનગર સોસાયટી ) (૪)વિનોદભાઈ પન્નાલાલ કુંચબદીયા ( રહે. હાલોલ, સ્ટેશન રોડ ઉમા સોસાયટી તા.હાલોલ જી.પંચમહાલ)  (૫)અરવિંદભાઇ સંદેશભાઇ કુંચબદીયા ( રહે. રાજપીપલા હરસિધ્ધિનગર સોસાયટી) (૬)કરણકુમાર જેન્તીભાઇ માછી (રહે.રાજપીપલા નરસિંહ ટેકરી)  (૭) પિન્ટુભાઇ ધરમસિંગભાઇ કુંચબદીયા( હરે,રાજપીપલા હરસિધ્ધિનગર સોસાયટી )(૮)કનવરભાઇ સિકંદરભાઇ કુંચબદીયા( રહે.અંકલેશ્વર વર્ષા હોટલ પાછળ તા.અંકલેશ્વર જી.ભરૂચ )(૯) બિરાજુભાઇ ધરમસિંગ કંચબદીયા (રહે.રાજપીપલા હરસિધ્ધિનગર સોસાયટી )(૧૦)અજયભાઇ ભયલાલભાઇ કુંચબદીય ( રહે.હાલ નરસિંહ ટેકરી, રાજપીપલા તા.નાંદોદ જિ .નર્મદા મુળ રહે.અંકલેશ્વર, રાજપિપલા ચોકડી ) નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ હાર-જીતનો જુગાર રમી પોલીસ રેઇડ દરમ્યાન તમામ શખ્સોની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૯૭૯૦/- તથા દાવ ઉપરના રૂ.૧૦૮૩૦/- મળી કુલ રોકડ રૂપિયા ૨૦૬૨૦/- તથા મોબાઈલ ફોન નંગ ત્રણની કુલ કિં.રૂ.૨૭,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૪૭,૬૨૦/- નો મુદ્દામાલ તથા જુગારના સાહિત્યો સાથે પકડાઈ જઈ ગુનો કર્યો હતો.
    જ્યારે સાગબારા પોલીસે કોલવાણ ગામે, ગૌચરફળીયામાં કિશનભાઇ ગેમાભાઇ વસાવા નાઓના રહેણાંક ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર પર રેડ કરતા (૧) ભાનુદાસભાઇ સુરપસીંગભાઇ વસાવા, (૨) વિપીનકુમાર ગંગારામભાઇ વસાવા (૩) અનિલભાઈ ગોવિંદભાઇ વસાવા(૪) નરેશભાઇ સાકારામભાઈ પાડવી(૫) નેહરસીંગભાઇ ઉર્ફે મંગલ બેલવ્યાભાઇ વસાવા(૬) કાંતિલાલભાઇ સુરપસીંગભાઇ વસાવા ૭) ઓમકારભાઇ ફતુભાઇ વસાવા(૮) ઇશ્વરભાઇ સુરપાભાઇ વસાવા( તમામ રહે.કોલવાણ, ગૌચરફળીયુ તા.સાગબારા જી.નર્મદા ) નાઓ લાઇટના અજવાળે હાર-જીતનો જુગાર રમી રમાડતા જાહેરમાં પકડાઇ જતા તેઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા ૯,૩૪૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા-૩,૨૩૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૪ જેની કુલ કિં.રૂ.૨૦,૫૦૦/- મળી કુલ કિં.રૂા.૩૩,૦૭૦/- ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર પકડાઇ જઈ ગુનો કરતા પોલીસે ઉપરોક્ત બંને ગુના માં રાજપીપળા અને. સાગબારા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(1:00 AM IST)