<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

અમિતભાઇ શાહ સાથે રામભાઇની મુલાકાત

રાજકોટ તા.૧૬: નવી દિલ્‍હી ખાતે રાજ્‍યસભાના પૂર્વ સાંસદ  રામભાઈ મોકરીયાએ દેશના કેન્‍દ્રીય ગળહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે રામભાઈ મોકરીયા તથા તેમના પુત્ર શ્રી મારુતિ ઈન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર (MD)  અજયભાઈ મોકરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

આ શુભેચ્‍છા મુલાકાત દરમિયાન રામભાઈ મોકરીયાના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન  વિકાસ માટે પ્રાપ્ત થયેલી કુલ રૂ. ૧૯.૬૦ કરોડની ગ્રાન્‍ટ અંગે પણ મહત્‍વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મળેલી ગ્રાન્‍ટમાંથી ૧૦૦ ટકા ગ્રાન્‍ટનો લોકહિત અને વિકાસલક્ષી કામોમાં ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, તે બાબત અંગે કેન્‍દ્રીય મંત્રીશ્રી સમક્ષ વિગતો રજૂ કરવામાં આવી હતી. રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે,  રૂ. ૧૯.૬૦ કરોડની મંજૂર થયેલી ગ્રાન્‍ટમાંથી ૧૦૦ ટકા ગ્રાન્‍ટનો ઉપયોગ થવો એ માત્ર નાણાકીય ઉપયોગિતાનું પ્રમાણપત્ર નથી, પરંતુ જનપ્રતિનિધિ તરીકે વિકાસ પ્રત્‍યેની પ્રતિબદ્ધતા, જવાબદારી અને પારદર્શક કાર્યશૈલીનું પ્રતિબિંબ છે, તેમ શ્રી મોકરીયાએ જણાવ્‍યું હતું.

મુલાકાત દરમિયાન વિકાસ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ ઉપરાંત સહકારી ક્ષેત્રના મહત્‍વ અંગે પણ ચર્ચા થઈ હતી.માનનીય કેન્‍દ્રીય ગળહમંત્રી તથા સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહના નેતળત્‍વમાં દેશના સહકારી ક્ષેત્રને નવી દિશા અને નવી ગતિ મળી રહી છે ત્‍યારે ગ્રામ્‍ય અર્થતંત્ર, ખેડૂતો, સહકારી સંસ્‍થાઓ અને સામાન્‍ય નાગરિકોના આર્થિક સશક્‍તિકરણ માટે સહકાર ક્ષેત્રની ભૂમિકા અગે પણ સકારાત્‍મક વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.

(3:12 PM IST)