<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

આકાશવાણી પર યાત્રાધામ વિકાસ અંગે રાત્રે રમેશ મેરજાનો વાર્તાલાપ

રાજકોટ, તા. રર :  ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોનો વિકાસ અને યાત્રિકોના લાભ માટેની વિવિધ યોજનાઓ અમલમાં છે. બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા આ યોજનાઓ અંગે આજે શુક્રવારે રાત્રે ૯.૧પ વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી) પર વિસ્તૃત માહિતી આપશે. નિયત યાત્રાધામોમાં દર્શને જતાં યાત્રિકોને સરકારી ધારા-ધોરણો મુજબ સહાય મળવાપાત્ર છે. આ વાર્તાલાપ યાત્રાઍ જવા ઇચ્છતા લોકો માટે ખુબ ઉપયોગી થશે.

સંપર્ક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કચેરી, ડો. જીવરાજ મહેતા ભવન, જુના સચિવાલય, સેકટર-૧૦, ગાંધીનગર.

(1:23 PM IST)