તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
૧૮ વર્ષથી વોન્ટેડ બળાત્કાર,અપહરણનો આરોપી નેપાળ બોર્ડરથી ઝડપાયો
નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત ક્રાઇમ : રેન્જ વડા પ્રેમવીર સિંઘનું અભિયાન એસપી પૂજા યાદવના નેતળત્વમાં ડાંગ lcb ટીમ દ્વારા ટોપ ગીયરમાં મુકાયું...

રાજકોટ, તા.૬: ૧૩ વર્ષની દીકરીનું અપહરણ, દુસ્કર્મના માંમલાના ચકચારી પ્રકરણમાં રેન્જ વડા પ્રેમવીર સીંઘના નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત ક્રાઇમ અભિયાન અંતર્ગત ડાંગ lcb પોલિસને એસપી પૂજા યાદવ ટીમની જહેમત ફળી છે. LCB psi જયદીપ અનડકટ અને ટીમની કાબિલેદાદ કામગીરીને કારણે ૧૮ વર્ષથી વોન્ટેડ આરોપીને નેપાળ બોર્ડર પરથી ઝડપી લીધેલ છે.
રાજકોટ તા. ૧૩ વર્ષની દીકરીનું અપહરણ, દુષ્કર્મના મામલાના ચકચારી પ્રકરણમાં રેન્જ વડા પ્રેમવીર સિંહના નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત ક્રાઈમ અભિયાન અંતર્ગત ડાંગ LCB પોલીસને એસપી પૂજા યાદવ ટીમની જહેમત ફળી છે. LCB PSI જયદીપ અનડકટ અને ટીમની કાબિલે દાદ કામગીરીને કારણે ૧૮ વર્ષથી વોન્ટેડ આરોપીને નેપાળ બોર્ડર પરથી ઝડપી લીધેલ છે.
પોલીસ અધિક્ષક પૂજા યાદવ, ડાંગ-આહવા દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવી આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય તેઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પો.સબ ઈન્સ. જે.જી.અનડકટ તથા એલ.સી.બી. ટીમ દ્વારા વર્કઆઉટ કરવામાં આવેલ જે અન્વયે એલ.સી.બી. ટીમને બાતમી હકિકત મળેલ કે, આહવા તાલુકાના ચિચલી ગામની ૧૩ વર્ષની સગીરાને ભલાવી ફોસલાવી અપહરણ કરી વર્ષ ૨૦૦૮ માં નેપાળ ભગાડી લઈ જઈ બળાત્કાર કરનાર ૧૮ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી હાલ નેપાળ બોર્ડર પરના ઉત્તરપ્રદેશ રાજ્યના સિધ્ધાર્થનગર જીલ્લા ખાતે ઇલેક્ટ્રીક રિક્ષામાં ભંગારનો ધંધો કરે છે તેવી બાતમી આધારે ઉત્તરપ્રદેશ રાજ્યના સિધ્ધાર્થનગર જિલ્લા ખાતે આવેલ નેપાળ બોર્ડર વિસ્તારમાં તપાસમાં રવાના થઈ બોર્ડર વિસ્તારમાં પગપાળા તેમજ ઇલેક્ટ્રીક રિક્ષામાં મુસાફરી કરી રેકી કરી આરોપીની ભંગારની ઇલેક્ટ્રીક રિક્ષા આઇડેન્ટીફાઇ કરી આરોપી વેરિફાઇ કરી રિક્ષાનો પિછો કરી ભારત-નેપાળ બોર્ડરથી દોઢ કિ.મી. અંતરે આવેલ મીઠવલ ગામ (બર્ડપુર-૩) ખાતેથી પકડી પાડી સિધ્ધાર્થનગર કોર્ટ ખાતેથી આરોપીના ટ્રાન્સીટ રિમાન્ડ મેળવી આશરે કુલ ૪૦૦૦ કિ.મી. જેટલી મુસાફરી કરી આહવા-ડાંગ ખાતે લાવી આગળની કાર્યવાહી સારૂ આહવા પો.સ્ટે. ખાતે સોંપી સુરત રેન્જ આઈ.જી.પી. પ્રેમવીર સિંહ નાઓના ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' અભિયાનમાં ખુબ જ મહત્વની સફળતા મેળવેલ છે. પકડાયેલ આરોપીઃ રામલક્ષ્મણ ઉર્ફે લક્ષ્મણ રાધેશ્યામ બનીયા ઉર્ફે અગ્રહરી, ઉ.વ.-૪૨, રહે.-મીઠવલ (બર્ડપુર-૩) ગામ, તા/જિ.-સિધ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ રાજ્ય. ગુન્હાની વિગતઃ આહવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૨૦/૨૦૦૮, ભારતીય ફોજદારી અધિનિયમ કલમ - ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ એલ.સી.બી. ફીલ્ડ ટીમઃ ૧. PSI જે.જી.અનડકટ, ૨. ASI રમેશભાઇ બાબુભાઇ પવાર, ૩. HC દીનેશભાઇ પાંડુભાઇ ગાંગોર્ડા, ૪. PC હિનયભાઇ સુરેશભાઇ ગાઈન, ૫. PC ચંદુભાઇ રાજલભાઇ ગાવીત. એલ.સી.બી. ટેકનીકલ ટીમઃ ૧. ASI પ્રમોદભાઇ ગનસુભાઇ નીવર, ૨. HC દીલીપભાઇ જતરયાભાઇ ગામીત, ૩. HC જયરામભાઇ માહદુભાઇ બાગુલ, ૪. HC પ્રદીપભાઇ શીવાજીભાઇ કાગડે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
