તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રથ યાત્રાનાં રૂટ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કોમી એકતા યાત્રાઃ લોકોને સલામતી, ગુંડાઓને ચાલ લંગડી થશે તેવો આડકતરો મેસેજ આપ્યો
અનુપમસિંહ ગેહલોત ચાલીને સાથે જોડાતા, પોલીસ સ્ટાફનો જુસ્સો વધ્યોઃ આખા રૂટમાં સીપીને લોકોએ ઠેર ઠેર ભાવપુવર્ક વધાવ્યા : પોલીસ બંદોબસ્ત દ્રષ્ટિએ દેશની બીજો નંબર છે, એવી આ યાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ જોઇન્ટ સીપી શરદ સિંઘલ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ, તમામ pi અને સ્ટાફ સામેલઃ કેન્દ્ર, રાજ્ય સરકારે પોતાના પર મુકેલ વિશ્વાસમાં ખરા ઉતારવા પોલીસ કમિશનર કોઈ કસર છોડવા માંગતા નથી

રાજકોટ, તા.૧૧: અમદાવાદની ઐતિહાસિક અને દેશમાં બીજાં ક્રમે જેનો બંદોબસ્તમા નંબર છે, તેવી રથયાત્રાનુ સુકાન ગુજરાતનાં ઇતિહાસમા સહુ પ્રથમ વખત રથ યાત્રા તૈયારીઓ ને ગણત્રીનાં દિવસ પહેલા કેન્દ્રીય નેતાગીરી સાથે ચર્ચા કરી સુપ્રત કરેલ છે, તેવા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રાત દિવસ જોયા વગર પોલિસ સ્ટાફ, પ્રજા અને પ્રેસની ધરી બનાવતા પોલીસ અને પ્રજામા જબરજસ્ત ઉત્સાહ સર્જાયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા મજબૂત કરી, ભાઈ ચારાનાં સંદેશ સાથે, આ રૂટમાં આવતા ડાભૂરિયાં તત્વોને જરાં પણ ગરબડ કરવાનો પ્રયત્ન કર્યો તો સ્થળ પર જ સાઈડમા લઈ જઈ આખી જિંદગી સીધા નહિ ચાલી શકો તેવો આડકતરો સંદેશ આપ્યો હતો.
જગન્નાથ મંદિરથી, ભગવાનના મામાંનાં ઘર સુધીની ક્રાઇમ બ્રાન્ચ, તં, સાયબર ક્રાઇમ અધિકારી સ્ટાફ સાથેની આ યાત્રામા ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ચાલીને પોલીસ સ્ટાફ સાથે જોડાતા પોલીસ સ્ટાફમા જુસ્સો બેવડાયો સાથે સાથે રૂટમા આવતા વિવિધ સમાજના લોકો સુધી આ સંદેશ પોંહચતા ભાઈઓ, બહેનો, વડીલો દ્વારા ઠેર ઠેર સ્વાગત, સાથે લોકોએ બાલ્કનીમાંથી ફૂલ વરસાવ્યા હતા. આ યાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ સહીત અધિકારી સ્ટાફ મોટી સંખ્યામાં સામેલ થયેલ
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
