તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
રાશન ડીલરોની પુરવઠા મંત્રી સાથે પડતર પ્રશ્નો માટે મિટિંગ. : પડતર 20 મુદ્દાઓ પર કરી ચર્ચા
કમિશનમાં થયેલ વધારો હજુ સુધી મળેલ નથી તે બાબતે ચર્ચા કરતાં મંત્રી એ હકારાત્મક અભિગમ દાખવ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા : ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયએશનનાહોદેદારો કમિશન વધારા અને કેટલાક અન્ય પ્રશ્નો ને લઈને પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ની મુલાકાત કરી હતી અને મંત્રીની અધ્યક્ષતામાં તેમની ચેમ્બરમાં પુરવઠા નિયામક તથા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયએશનના પ્રમુખ પ્રહલાદ મોદી, મહામંત્રી અલ્પેશ શાહ સહીત અન્ય હોદેદારો અને નર્મદા જિલ્લા ફેરસોપએસોસિયેશન પ્રમુખ અશરફભાઈ મેમણ પણ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયએશનના હોદેદારો એ ખાસ કરીને સમયસર કમિશન અને કમિશન જે વધારો કરેલ છે તે કમિશનની ચૂકવણી સહિત અન્ય 20 પડતર પ્રશ્નો અંગે મંત્રી અને આધિકારીઓ સાથે પુનઃ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કમિશનમાં થયેલ વધારો હજુ સુધી મળેલ નથી તે બાબતે ચર્ચા કરતાં મંત્રી એ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. અને એપ્રિલ 2026 થી આ વધારો એરિયસ તરીકે આગામી કમિશનની ચુકવણીની સાથે આપવામાં આવશે.ની વાત કરી હતી. અન્ય તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા માટેની પણ સહમતી દર્શાવી હતી.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
