<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

અમદાવાદમાં આયુર્વેદિક અને પંચકર્મ સારવાર માટે 'શ્રી શ્રી વેલબીઇંગ'ના અત્યાધુનિક સેન્ટરનો પુનઃપ્રારંભ: નાડી પરીક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની વેલનેસ સુવિધાઓ ઉપલબ્ધ

વિશાળ થેરેપી એરિયા અને કસ્ટમાઇઝ્ડ પ્રોટોકોલ સાથે તણાવ, અનિંદ્રા તથા સાંધાના દુખાવામાં મળશે રાહત: ગ્લોબલ નેટવર્ક ધરાવતી આ સંસ્થાનું સેન્ટર ગુજરાતમાં બનશે સ્વાસ્થ્યનું નવું કેન્દ્ર

અમદાવાદ: શ્રી શ્રી સત્વ ગ્રૂપની પ્રખ્યાત આયુર્વેદ અને વેલનેસ કંપની 'શ્રી શ્રી વેલબીઇંગ' દ્વારા અમદાવાદ ખાતે પોતાના અત્યાધુનિક સેન્ટરનું વિસ્તૃત રિનોવેશન અને વિસ્તરણ કરીને તેને ફરીથી લોકાર્પિત કરવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરના સ્વાસ્થ્ય અને જીવંતતાના વિઝનથી પ્રેરિત આ સેન્ટરમાં હવે નાગરિકો માટે વિશાળ થેરેપી એરિયા, પંચકર્મની અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત ડૉક્ટર કન્સલ્ટેશન માટે ખાસ નવી જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે. આ અપગ્રેડેશનના કારણે હવે દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓને પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહેશે.

 

આ સેન્ટરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિની શારીરિક જરૂરિયાત મુજબ પરંપરાગત 'નાડી પરીક્ષા'થી સારવારની શરૂઆત કરવામાં આવે છે. અહીં અભ્યંગ, શિરોધારા, સ્વદેન અને નાસ્ય જેવી અદભુત આયુર્વેદિક થેરેપીઓ સાથે સિઝનલ તથા લાંબાગાળાના પંચકર્મ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ કરાવાયા છે. આજની ડિજિટલ જીવનશૈલી વચ્ચે સ્ક્રીન ટાઈમથી આંખોમાં થતા થાકને દૂર કરતી ખાસ 'નેત્ર તેજસ' સારવાર, ઓસ્ટિયોપેથી તેમજ શ્રી શ્રી તત્વની ક્વોલિટી દવાઓ અને શંકર સ્કિનકેર પ્રોડક્ટ્સ પણ અહીં ઉપલબ્ધ રહેશે. ક્વોલિફાઇડ ડૉક્ટર્સ અને ટ્રેઇન્ડ થેરેપિસ્ટ્સ દ્વારા તણાવ, અનિંદ્રા, સાંધા તથા પીઠના દુખાવા અને પાચન સંબંધિત તકલીફો માટે ખાસ કસ્ટમાઇઝ્ડ સારવાર પૂરી પાડવામાં આવે છે.

 

ગ્લોબલ નેટવર્ક ધરાવતી સંસ્થાનું ગુજરાતમાં મજબૂત પગલું

 

અમદાવાદમાં આ સેન્ટરના પુનઃપ્રારંભથી રાજ્યમાં આ સંસ્થાની હાજરી વધુ મજબૂત બની છે અને સ્થાનિક નાગરિકોને આંતરરાષ્ટ્રીય સ્તરની વેલનેસ સુવિધાઓનો ઘરઆંગણે લાભ મળતો થયો છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા હાલ ભારતના ૧૧ રાજ્યોમાં ૧૯ સેન્ટર્સ ધરાવે છે, એટલું જ નહીં પરંતુ યુએસએ, જર્મની, યુએઈ, ઓમાન, મોંગોલિયા અને નાઇજીરિયા જેવા દેશોમાં પણ તેનું વિશાળ ગ્લોબલ નેટવર્ક ફેલાયેલું છે. બેંગાલુરુ ખાતે આવેલું આ સંસ્થાનું મુખ્ય NABH-માન્યતાપ્રાપ્ત કેમ્પસ છેલ્લા ત્રણ દાયકાથી સફળતાપૂર્વક કાર્યરત છે, જેમાં ૩૦થી વધુ ટ્રીટમેન્ટ રૂમ અને ૮૦ રેસિડેન્શિયલ રૂમની ભવ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

 


 

(11:17 PM IST)