News of Thursday, 4th June 2026
વડોદરામાં કાર ચાલક મહિલાની બેફામ ડ્રાઇવિંગ, મોપેડ સવાર ભાઈ-બહેનનો કચ્ચરઘાણ: પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂટરને હવામાં ફંગોળ્યું: હાઈવે પર મચી ભારે ચીસાચીસ
નિયંત્રણ ગુમાવનારી કારે માસૂમ ભાઈ-બહેનને કચડ્યા: વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ: લોહીલુહાણ હાલતમાં બંને સગા ભાઈ-બહેન હોસ્પિટલ ભેગા: પોલીસે કાર જપ્ત કરી મહિલા ચાલક સામે કાયદાનો સપાટો બોલાવ્યો

વડોદરા: વડોદરા શહેરમાં બેફામ સ્પીડે વાહનો ચલાવતા ચાલકો જાણે નિર્દોષ લોકોના જીવ લેવા બેઠા હોય તેમ વધુ એક ગમખ્વાર અને કાળજું કંપાવી દેતો માર્ગ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, વડોદરાના એક મુખ્ય માર્ગ પરથી એક મોપેડ સવાર યુવક પોતાની સગી બહેનને સાથે બેસાડીને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને કાળઝાળ ગતિએ આવી રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલા ચાલકે અચાનક જ વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર સીધી જ નિર્દોષ ભાઈ-બહેનના મોપેડમાં ધડાકાભેર ભટકાડી દીધી હતી!
હરણી વારસિયા રિંગરોડ પર આશિષ સોસાયટીમાં રહેતી ધુ્રવી પ્રકાશભાઇ સાળવી બી.સી.એ.માં અભ્યાસ કરે છે.ગઇકાલે રાત્રે ધુ્રવી તેની માતા પૂજા, ભાઇ ધૈર્ય તથા મામા સંતોષ ધોન્ડુરાવ કદમ (રહે. બાપટ વાડી, અહીલીયા દેવી હાઇસ્કૂલ,પૂણે, મહારાષ્ટ્ર) સાથે ડિનર માટે ઘરેથી બે અલગ -અલગ ટુ વ્હિલર લઇને નીકળ્યા હતા. જ્યુબિલી બાગ પાસે ડિનર કરીને તેઓ ઘરે પરત જતા હતા. રાત્રે સાડા દશ વાગ્યે તેઓ ટુ વ્હિલર લઇને કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા ધુ્રવીના મામા કારની નીચે આવી ગયા હતા અને તેના મમ્મી રોડની સાઇડ પર ફેંકાઇ ગયા હતા. અકસ્માતના પગલે ટોળું ભેગું થઇ ગયું હતું. લોકોએ કાર ઉંચી કરીને સંતોષ કદમને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત સંતોષ કદમ અને તેમના બહેન પૂજાબેનને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સંતોષ કદમને ડાબા પગના સાથળ, છાતીની પાંસળી પર ઇજા થઇ હતી. જ્યારે પૂજાબેનને જણણા હાથે અને બંને પગે ઇજા થઇ હતી.કુંભારવાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલક રંજનબેન ભગવાનદાસ વણીકર, ઉં.વ.૬૩ (રહે. શકુંતલા સોસાયટી, અક્ષરધામની સામે,સંગમ ચાર રસ્તા પાસે, હરણી રોડ) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, ઇજાગ્રસ્ત કાર નીચે ફસાઇ ગયા હોવાછતાંય મહિલા કાર ચાલકે તેઓને ૧૫ થી ૨૦ મીટર સુધી ઢસડયા હતા.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
