<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સુરતના પાંડેસરાની સંત શ્રી રઘુદાસ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ શાળાની માન્યતા રદ કરાઈ

ખોટી રીતે માન્યતા મેળવી ચાલતી શાળા સામે સુરતના DEOની મોટી કાર્યવાહી: બદલી થયેલા DEOની સહીના બોગસ દસ્તાવેજથી 2025માં શાળા શરૂ કરાઈ.

સુરત :ખોટી રીતે માન્યતા મેળવી ચાલતી શાળા સામે સુરતના DEOએ કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાની સંત શ્રી રઘુદાસ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. બોગસ મંજૂરી પત્રથી ધોરણ 1 થી 8ની માન્યતા મેળવી હોવાનો ખુલાસો કરાયો છે. 2011ના મંજૂરી પત્ર પર સહી કરનાર DEOની 2010માં બદલી થઈ હતી. બદલી થયેલા DEOની સહીના બોગસ દસ્તાવેજથી 2025માં શાળા શરૂ કરાઈ હતી  DEOની તપાસમાં માન્યતા સંબંધિત દસ્તાવેજોમાં ગંભીર છબરડા સામે આવ્યા હતા . 2010 અને 2011ના મંજૂરી પત્રો શંકાસ્પદ જણાયા. શાળા મૂળ મંજૂરી પત્રો રજૂ કરી શકી નહીં. માન્યતા રદ થતાં આશરે 200 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડાશે. RTEના વિદ્યાર્થીઓને નજીકની ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવાશે. વિદ્યાર્થીઓના સ્થળાંતરની તમામ વ્યવસ્થા DEO કચેરી કરશે.

(8:32 PM IST)