તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
અમદાવાદના રખિયાલની અલ ફલાહ સ્કૂલની માન્યતા રદ્દ શિક્ષણ વિભાગને ભલામણ :ધો-1 થી 5 ની માન્યતા રદ કરવા DEOએ લખ્યો પત્ર
મંજૂરી વગર વર્ગ ચલાવતા હોવાની હકીકત આવી સામે: 2018માં ધોરણ 1 થી 5 ના 1-1 વર્ગની મંજૂરી મળી:શાળાએ 1252 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સરકાર માન્ય હોવાનું કહ્યું.

અમદાવાદ : અમદાવાદના રખિયાલની અલ ફલાહ સ્કૂલની માન્યતા રદ્દ શિક્ષણ વિભાગમાં ભલામણ કરાઈ છે. ધોરણ 1 થી 5 ની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને DEO દ્વારા પત્ર લખાયો છે, રખિયાલ વિસ્તારની અલ ફલાહ ઈસ્લામિક સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. મંજૂરી વગર વર્ગ ચલાવતા હોવાની હકીકત સામે આવી છે.2018માં ધોરણ 1 થી 5 ના 1-1 વર્ગની મંજૂરી મળી હતી. પરંતુ શાળાએ 1252 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સરકાર માન્ય હોવાનું કહ્યું. મંજૂરી વગર ધોરણ 6 થી 8 ના વર્ગો પણ ચાલી રહ્યા હતા. આ વિગતો સામે આવતા શાળાની માન્યતા રદ્દ કરવા શિક્ષણ વિભાગને પત્ર લખાયો છે . વિભાગની મંજૂરી વગર શાળા કે વર્ગો ચલાવી શકાય નહીં
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
