<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

અષાઢી બીજે અમદાવાદમાં અંદાજે 177 કરોડની કિંમતના વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ થવાનો અંદાજ

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળતા જેને કારણે શોરૂમ માલિકો અને ડીલર્સમાં ભારે ઉત્સાહ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ અને અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈને ઓટોમોબાઈલ સેક્ટરમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને વાહન તેમજ મિલકતની ખરીદી માટે અત્યંત ઉત્તમ અને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.જેના પગલે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં અંદાજે 177  કરોડની કિંમતના વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ થવાનો અંદાજ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે શોરૂમ માલિકો અને ડીલર્સમાં ભારે ઉત્સાહ છે.

(12:38 AM IST)