<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

GSRTCમાં હેલ્પરની 2510 જગ્યાઓ માટે ભરતી જાહેર: 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ

પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગાર મળશે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC દ્વારા હેલ્પરની કુલ 2510 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. GSRTC દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગારના ધોરણે નિમણૂક આપવામાં આવશે.

હેલ્પરની જગ્યાઓ પર ભરતી પામનારા ઉમેદવારોને 5 વર્ષ સુધી દર મહિને 21,100 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર થતાં નોકરી ઇચ્છુક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કુલ 2510 જગ્યાઓમાંથી 502 જગ્યાઓ પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

GSRTCની આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 52 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હેલ્પરની 2510 જગ્યાઓ માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની શરતો, લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી રહેશે.

(11:12 PM IST)