તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાજ્યમાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં રેડ એલર્ટ :14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે સાંજે 7 વાગે આગામી 3 કલાક એટલે કે રાત્રીના 10 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જે જિલ્લાઓમાં આજે 24 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડાનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
