તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રાજ્યના 12 જિલ્લાઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર
કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે અતિભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને શહેરોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
