<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર : બારડોલી પંથકના અનેક માર્ગો પાણીમાં ગરકાવ

માત્ર બે કલાકમાં બારડોલીમાં 1 ઇંચ અને પલસાણામાં 1 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં વહેલી સવારથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને કારણે બારડોલી પંથકના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર બે કલાકમાં બારડોલીમાં 1 ઇંચ અને પલસાણામાં 1 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

(10:18 PM IST)