<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા

સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર: આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

(7:03 PM IST)