તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આકાશી આફતને લઈને રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટની ચેતવણી
અમદાવાદ,ખેડા,આણંદ ,વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં અતિભારે વરસાદનું સંકટ : લોકોને બિન જરૂરી ઘરની બહાર નહીં નીકળવા અપીલ

ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના નાગરિકો માટે બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપીને તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન તંત્રની આગાહી મુજબ, રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદ,ખેડા અને આણંદ જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં પણ આકાશી આફત મુશ્કેલી સર્જી શકે છે, જેથી આ વિસ્તારોમાં પણ રેડ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો, ગાંધીનગર અને પંચમહાલમાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો એવા વલસાડ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ભાવનગર.અમરેલી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકામાં પણ બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ લંબાવવામાં આવ્યું છે.
અન્ય વિસ્તારોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
