તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, તાપી, ડાંગ અને ભાવનગરમાં રેડ એલર્ટ.
અમરેલી, ગીર સોમનાથ, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્ય પર વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સુન ટ્રફ સક્રિય થયું છે. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની લાઇન પસાર થઈ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, તાપી, ડાંગ અને ભાવનગરમાં રેડ એલર્ટ. સૌરાષ્ટ્રમાં આજે અમરેલી, ગીર સોમનાથ, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
. આજે જુનાગઢ બોટાદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર માં ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું. અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
