<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

સંમતિથી બાંધેલા સંબંધ બાદ લગ્નનો ઈનકાર એ બળાત્‍કાર નથીઃ હાઈકોર્ટ

ડિડોલીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ધરપકડ પર સ્‍ટે આપ્‍યો : શારીરિક સંબંધમાં મહિલાએ ૨૦૧૩માં પુત્રને જન્‍મ પણ આપ્‍યો હતો

અમદાવાદ,તા.૨૩: સંમતિથી શારીરિક સંબંધો બંધાયા બાદ કોઈ એક પક્ષે લગ્નની ના પાડવામાં આવે ત્‍યારે તેને બળાત્‍કારની વ્‍યાખ્‍યામાં ગણી શકાય નહીઙ્ઘ તેવી દલીલને કોર્ટે માન્‍ય રાખીને ડિડોલીમાં નોંધાયેલા બળાત્‍કારના એક ગુનામાં આરોપીની ધરપકડ ઉપર સ્‍ટે મુકતો હુકમ કરાયો હતો.

આ કેસની વિગત મુજબ સુરત શહેરના ડિડોલી પોલીસ મથકમાં ૨૭-૨-૨૦૨૬ના રાજ નોંધાયેલા આ કેસની વિગત એવી છે, હોસ્‍પિટલમાં રિસેપ્‍સનિસ્‍ટ તરીકે નોકરી કરતી ૪૫ વર્ષીય સીમા (નામ બદલ્‍યું છે)એ વિપુલ ભાયાણી (ઉં.વ. ૪૪, રહે. અશોક વાટિકા, ડભોલી) નામના યુવક સામે લગ્નની લાલચ આપી બળાત્‍કાર ગુજારવાનો આરોપ લગાવ્‍યો હતો. બળાત્‍કારના આ ગુનામાં વિપુલ અને યુવતીની વચ્‍ચે પરસ્‍પર સંમતિથી સંબંધો બંધાયા હતા અને લગ્ન કરવાની ના પાડતા અનેક વર્ષો બાદ બળાત્‍કારનો ગુનો નોંધાયો હતો. પોલીસ પકડથી બચવા માટે વિપુલે સુરતના સ્‍થાનિક વકીલ અશ્વિન જોગડિયા તેમજ રાજેન જાધવ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. વકીલોએ દલીલો કરી હતી કે, પરસ્‍પર સહમતીથી બનેલા સંબંધ બાદ લગ્નનો ઈનકાર એ બળાત્‍કાર નથી. આ ફરિયાદ અઢાર વર્ષ મોડી છે. આરોપી ઉપર ખોટું દબાણ ઊભું કરવા ફરિયાદ કરવામાં આવી છે. જે દલીલ માન્‍ય રાખીને હાઈકોર્ટે આરોપીની ધરપકડ સામે 'સ્‍ટે' આપ્‍યો છે અને ચાર્જશીટ સહિતની આગળની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી છે. ગુજરાત હાઈકોર્ટના આ મહત્ત્વના ચુકાદાથી ખાનગી કાર ડીલર કંપનીમાં કામ કરતાં યુવકને રાહત મળી છે. સાથે સાથે સહમતિથી સંબંધ બાંધ્‍યા બાદ કેટલાક કિસ્‍સાઓમાં નાણાં પડાવવા માટે ફરીયાદ કરવામાં આવી રહી હોવાના બનાવોમાં પણ ઘટાડો થવાની શકયતા નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્‍લેખનીય છે કે, પોલીસ ફરિયાદ મુજબ ભોગ બનનારનો આરોપી સાથે વર્ષ ૨૦૦૮માં પરિચય થયો હતો, અને ૨૦૧૩માં તેમને એક પુત્રનો જન્‍મ પણ થયો હતો. જો કે આરોપીએ લગ્ન ન કરતાં ભોગ બનનારે આ કેસ કર્યો હતો.

(10:04 AM IST)