<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અમદાવાદમાં એસીબીના અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી શ્રીમતી કેતકીબેન વ્યાસના નિયમિત જામીન નામંજૂર : સીટી સેસન્સ કોર્ટે ચાર્જશીટ પછીની અરજી ફગાવી

આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વિરુદ્ધ રૂ. ૩.૬૮ કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ વસાવવા અંગે નોંધાયેલ ગુનામાં રાહત ન મળતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા

અમદાવાદ: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ એકત્રિત કરવા સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપ્રમાણસર મિલકતના એક ગંભીર કેસમાં નામદાર સીટી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીના નિયમિત જામીન ફગાવી દેવામાં આવ્યા છે.

૩.૭૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો છે મામલો:
આ કેસની વિગતો અનુસાર, આરોપી શ્રીમતી કેતકીબેન ભાસ્કરભાઈ વ્યાસ (જેઓ આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર, વર્ગ-૧ અને હાલ ફરજમાંથી રુખસદ પર છે) ના વિરુદ્ધમાં તા. ૨૨/૦૫/૨૦૨૬ ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં તપાસ દરમિયાન તેઓની આવક કરતા આશરે રૂ. ૩,૬૮,૪૪,૧૯૧/- (અંક રૂ. ત્રણ કરોડ અસઠ લાખ ચુમ્માલીસ હજાર એકસાઈ એકસટ પૂરા) એટલે કે ૭૧.૨૩% વધુ અપ્રમાણસર સ્થાવર-જંગમ મિલકતો હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે તા. ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ નામદાર સીટી સેસન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ ખાતે ૪૧૩૩ પાનાની ડિફોલ્ટ બેઈલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આરોપી મહિલા દ્વારા જામીન મેળવવા કરાયેલા અસંખ્ય પ્રયાસો નિષ્ફળ:
ગુનો દાખલ થયા બાદ આરોપી શ્રીમતી કેતકીબેન નાસતા ફરતા હતા અને તેમણે અગાઉ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સીટી સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે તા. ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે પણ તા. ૦૪/૦૮/૨૦૨૬ ના રોજ ફગાવી દેવાઈ હતી. તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમણે ચાર્જશીટ પહેલાના રેગ્યુલર જામીન માટે સીટી સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ નામંજૂર થઈ હતી.

હાઈકોર્ટમાં ચાર્જશીટ પહેલાની જામીન અરજી પેન્ડિંગ હતી તે દરમિયાન જ તા. ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ તપાસ અધિકારી દ્વારા ચાર્જશીટ રજૂ કરી દેવાતા હાઈકોર્ટમાંથી તે અરજી તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ પરત ખેંચી લેવામાં આવી હતી.

કોર્ટે ચાર્જશીટ પછીના રેગ્યુલર જામીન ફગાવ્યા:
ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપી શ્રીમતી કેતકીબેન દ્વારા નામદાર સીટી સેસન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ ખાતે ચાર્જશીટ પછીના રેગ્યુલર જામીન મેળવવા માટે નવી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી હાથ ધરીને નામદાર કોર્ટે તા. ૨૬/૧૦/૨૦૨૬ ના રોજ ચાર્જશીટ પછીના રેગ્યુલર જામીન પણ સત્તાવાર રીતે નામંજૂર કરી દીધા છે. પરિણામે, હાલ આરોપી કેતકીબેન નામદાર સીટી સેસન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે.

(11:25 PM IST)