<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજ્યમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષકોને વહેલી તકે છૂટા કરવા માટે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીને પત્ર લખાયો

બદલીનો લાભ મેળવી ચૂકેલા તમામ શિક્ષકોને 100 ટકા છૂટા કરી તેમની નિયત જગ્યાએ મોકલવામાં આવે તેવી માંગણી કરાઈ

અમદાવાદ :રાજ્યમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષકોને વહેલી તકે છૂટા કરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીને પત્ર લખીને એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે કે, બદલીનો લાભ મેળવી ચૂકેલા તમામ શિક્ષકોને 100 ટકા છૂટા કરી તેમની નિયત જગ્યાએ મોકલવામાં આવે.

પત્રમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, રાજ્યના ૫ જેટલા અંતરિયાળ જિલ્લાઓમાં પૂરતું 50 ટકા મહેકમ ન હોવાના કારણે ઘણા શિક્ષકો હજુ પણ બદલીના લાભથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં આ સમસ્યા વધુ ગંભીર છે. આ અંતરિયાળ જિલ્લાઓમાં વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવીને શિક્ષકોને ન્યાય આપવામાં આવે અને બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી મક્કમ માગણી સંઘ દ્વારા ઉઠાવવામાં આવી છે.

(9:44 PM IST)