<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર:આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો

અમદાવાદ :રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

 

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે હવામાનમાં આવેલા બદલાવને કારણે નાગરિકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગરમીનો પારો 3 ડિગ્રી જેટલો નીચો જઈ શકે છે

 ગઈકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે, પવનની દિશા બદલાતા અને 10 થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ગરમીમાં 1 ડિગ્રીનો ઘટાડો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરના સમયે ફૂંકાતા તેજ પવનને લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરેલી રહેશે, જે કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

(1:56 PM IST)