તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
સુરતમાં ભાડાના ભાગલાંના વિવાદે લોહીના સંબંધોનો ભોગ લીધો: માતા અને નાના ભાઈની છરીના ઘા ઝીંકી હત્યા
લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં ડબલ મર્ડર: ત્રણ દુકાનના રૂપિયા ૬૦ હજારના માસિક ભાડાની વહેંચણીનો વિવાદ લોહિયાળ બન્યો

સુરતઃ લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં મિલકત અને દુકાનોના ભાડાની વહેંચણીનો પારિવારિક વિવાદ લોહિયાળ બન્યો છે. મોટા પુત્ર શ્રીનિવાસે માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ રાજુની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો આરોપ છે.
મલેશ્વરીબેનના નામની ત્રણ દુકાનોમાંથી મહિને અંદાજે રૂપિયા ૬૦ હજાર ભાડું આવતું હતું. તેઓ નાના પુત્ર રાજુ સાથે રહેતાં અને ભાડાની રકમ તેને આપતાં હતાં. શ્રીનિવાસ મિલકત તથા આવક ત્રણેય ભાઈઓમાં સરખે ભાગે વહેંચવાની માગ કરતો હતો. રવિવારે સવારે તકરાર બાદ હુમલો થતાં બંનેનાં મોત થયાં. પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
