<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના જાહેર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ પદે અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયમો, ૧૯૬૦ હેઠળ કરાઈ રચના : પુનમચંદભાઈ બરંડા સહ ઉપાધ્યક્ષ બન્યા જ્યારે વિધાનસભા સભ્યોનો કાર્યકાળ સુધીનો રહેશે સભ્યપદનો સમયગાળો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર  : રાજ્યના આદિજાતિ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ અને નીતિગત બાબતોને વેગ આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ નિયમો, ૧૯૬૦ અંતર્ગત આ પરિષદની સત્તાવાર રચના કરવામાં આવી હોવાની જાહેરાત વિભાગીય યાદી દ્વારા કરવામાં આવી છે.

નવેસરથી રચાયેલી આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ પરિષદના ઉપાધ્યક્ષ રહેશે. આ ઉપરાંત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પુનમચંદભાઈ બરંડા પરિષદના સહ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપશે.

પરિષદમાં અન્ય સભ્યો તરીકે રમેશભાઈ કટારા, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રીમતી નિમિષાબેન સુથાર, શૈલેષભાઈ એસ. ભાભોર, કનૈયાલાલભાઈ કિશોરી, મહેન્દ્રભાઈ ભાભોર, રાજેન્દ્રસિંહભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભેસિંહભાઈ તડવી, શ્રીમતી ડૉ. દર્શના દેશમુખ, મોહનભાઈ ઢોડિયા, અનંતકુમારભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યોની આ પરિષદના સભ્ય તરીકેની મુદત તેમના ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેના કાર્યકાળ સુધીની જ રહેશે.

(12:26 PM IST)