<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રેસિડેન્ટ ડોક્ટરએ દારૂના નશામાં હોબાળો અને હંગામો મચાવ્યો: શો કોઝ નોટિસ ફટકારાઇ

વિચિત્ર હિલચાલ જોઈને ટોકનાર અન્ય રેસિડેન્ટ તેમજ સિનિયર ડોક્ટરો સાથે આ નશાખોર તબીબે બેફામ ગાળાગાળી કરી ભારે ઉદ્ધતાઈ દર્શાવી હતી.

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રેસિડેન્ટ ડોક્ટરનો દારૂના નશામાં હોબાળો અને હંગામો મચાવ્યોનો મામલો સામે આવતા, નવી સિવિલ મેડિકલ કોલેજના ડીન દ્વારા સંબંધિત રેસિડેન્ટ તબીબને કારણદર્શક નોટિસ આપી છે. તે ઉપરાંત શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. રેસિડેન્ટ તબીબે ગત ગુરુવારે સાંજે ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર નશાની હાલતમાં ધમાલ મચાવી હતી. વિચિત્ર હિલચાલ જોઈને ટોકનાર અન્ય રેસિડેન્ટ તેમજ સિનિયર ડોક્ટરો સાથે આ નશાખોર તબીબે બેફામ ગાળાગાળી કરી ભારે ઉદ્ધતાઈ દર્શાવી હતી.

(5:38 PM IST)