News of Wednesday, 27th May 2026
એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમને પ્રતિસાદ :અમદાવાદમાં 6.77 લાખથી વધુ કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ
મનપાને આ યોજનાથી અત્યાર સુધીમાં રૂ. 791.99 કરોડની આવક થઈ, જ્યારે કરદાતાઓને કુલ રૂ. 81.69 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 9 એપ્રિલ, 2026થી અમલમાં આવેલી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમને નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં 6.77 લાખથી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો છે મનપાને આ યોજનાથી અત્યાર સુધીમાં રૂ. 791.99 કરોડની આવક થઈ, જ્યારે કરદાતાઓને કુલ રૂ. 81.69 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું.
મે માસના અંતિમ દિવસોમાં ટેક્સ ભરવા માટે નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો.ખાસ કરીને 26 મે, 2026ના રોજ માત્ર એક જ દિવસમાં 13,046 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો, જેના પરિણામે AMCને રૂ. 24.91 કરોડની આવક થઈ. આ સાથે જ કરદાતાઓને રૂ. 2.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે .
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
