તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
અમદાવાદના નહેરુનગરમાં જાહેરમાં ફાયરીંગ કેસમાં નિવૃત DYSP ના નિયમિત જામીન ફગાવી દેવાયા
ગુનાની ગંભીરતા અને તપાસના મહત્વના તબક્કાને ધ્યાનમાં રાખીને અદાલતે આ નિર્ણય લીધો

અમદાવાદના નહેરૂનગર-જોધપુર વિસ્તારમાં જમીન વિવાદ મામલે જાહેરમાં ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં કોર્ટે નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. ગુનાની ગંભીરતા અને તપાસના મહત્વના તબક્કાને ધ્યાનમાં રાખીને અદાલતે આ નિર્ણય લીધો છે
જોધપુર-નહેરૂનગર વિસ્તારમાં આવેલી વિવાદિત જમીનના પ્રશ્ને નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
બચાવ પક્ષે તેને સ્વબચાવ ગણાવ્યો હતો, પરંતુ ફરિયાદીને ટાર્ગેટ કરીને ફાયરિંગ કરાયું હોવાના આક્ષેપો અને કાયદાના જાણકાર વ્યક્તિ દ્વારા ગંભીર ગુનો આચરવામાં આવ્યો હોવાની નોંધ લઈ કોર્ટે જામીન નકાર્યા છે
અશોકસિંહ ચૌહાણ વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર તદ્દન નિર્દોષ છે અને તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અરજદાર નિવૃત્ત DySP છે. તેમની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના પરિવારના સભ્યોને ધમકાવીને ગાળો આપી હતી. પોલીસને 112 નંબર દ્વારા જાણ કરવા છતાં મદદ સમયસર ન પહોંચતા, અરજદારે પોતાના અને પરિવારના જીવના જોખમને જોતા સ્વબચાવમાં પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી જમીન પર ફાયરિંગ કર્યું હતું.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
