તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમમાં રાજકોટના નિવૃત કર્મચારીઓ પણ જોડાયા

રાજકોટઃ એનસીસીપીએ-એફસીપીએ ગુજરાત બેનર હેઠળ આજે અમદાવાદ ખાતે વરસતા વરસાદ વચ્ચે ધરણાંના કાર્યક્રમમાં રાજકોટ થી સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસોસીએશન ના પ્રેસિડેન્ટ શ્રી કિશોરસિંહ જાડેજા, સેક્રેટરી શ્રી બી.જી.ગોસાઈ સાથે બીએસએનએલના ભુતપુર્વ સર્કલ સેક્રેટરી શ્રી કે આર. રાણા વિગેરે જોડાયા હતા.
પેન્શનર્સના સામુહિક પ્રશ્ને સહકાર આપવા બદલ સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસોસીએશન અમદાવાદ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી પી.પી. ગામી, પી એન્ડ ટી એન્ડ અધર સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસોસીએશન ના પ્રેસિડેન્ટ શ્રી બી.એમ. માળી, એક્ટિંગ પ્રેસિડેન્ટ શ્રી ભાર્ગવભાઈ વ્યાસ જોઈન્ટ સેક્રેટરી શ્રી જયંતભાઈ પંચાલ તથા એઆઇબીડીપીએ ના સર્કલ સેક્રેટરી અને એફસીપીએ ગુજરાતના સંયોજક શ્રી મનુભાઈ ચનિયારાએ વી.ડી.પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમ યાદીમાં જણાવાયું છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
