<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

સુરતમાં વિવિધ પડતર માંગણીઓને લઈને મહેસૂલી કર્મચારીઓ લડાયક મૂડમાં :500 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

મહેસૂલી કર્મચારીઓએ સરકાર તેમની વિવિધ માંગણીઓ સ્વીકારે તેવી માગ કરી

સુરતમાં વિવિધ પડતર માંગણીઓને લઈને મહેસૂલી કર્મચારીઓએ આરપારની લડાઈ શરૂ કરી છે. કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર, તલાટી સહિત આશરે 500 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર બેઠા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમની માંગણીઓ નાણાકીય નહીં પરંતુ વહીવટી છે. એક દિવસ અગાઉ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા, પરંતુ વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતા હવે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની હડતાળને પગલે સરકારી કચેરીઓમાં કામગીરી પર અસર પડી છે અને વિવિધ કામો માટે આવેલા અરજદારો પણ પરેશાનીમાં મુકાયા છે. મહેસૂલી કર્મચારીઓએ સરકાર તેમની વિવિધ માંગણીઓ સ્વીકારે તેવી માગ કરી છે.

(6:31 PM IST)