તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
બિનખેતી જમીનના પ્રોપર્ટીકાર્ડ અને ગામ નમૂના નં. ૭ બંધ કરવા સંદર્ભે મહેસુલ દ્વારા નવી કાર્યપધ્ધતિ અમલમાં મુકાઇ
ખાસ પરિપત્ર જાહેર : તમામ કલેકટરોને રેકર્ડ અદ્યતન કરવા, ડુપ્લીકેશન અટકાવવા આદેશો

ગાંધીનગર, તા. ૧ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતી થયેલ જમીનોના પ્રોપર્ટીકાર્ડ બનાવવા, તેનું ગામ નમુના નં.-૭ સાથે મેપિંગ કરવા અને ત્યારબાદ ગામ નમુના નં.-૭ બંધ કરવા બાબતે એક વિસ્તળત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવી કાર્યપધ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે અદ્યતન કરવાનો અને રેવન્યુ રેકર્ડમાં સુસંગતતા લાવવાનો છે. રાજ્યમાં બિનખેતી હુકમ અને મંજૂર થયેલ પ્લાન તથા અન્ય આનુષાંગિક રેકર્ડના આધારે બિનખેતી જમીનની ડેટા એન્ટ્રી કરીને પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં આવે છે. આ પ્રોપર્ટીકાર્ડ બન્યા બાદ ગામ નમુના નં.-૭ બંધ કરવા માટેની પ્રક્રિયા હવે ચુસ્તપણે અમલમાં મુકવામાં આવશે.
આ નવીન માર્ગદર્શિકા અંતર્ગત મુખ્યત્વે ત્રણ પ્રકારના કિસ્સાઓ વર્ગીકળત કરીને તે મુજબની ચોક્કસ કાર્યવાહી નક્કી કરવામાં આવી છેઃ
પ્રકાર-૧: જે કિસ્સામાં બિનખેતી થયેલ સર્વે નંબરના ગામ નમુના નં.-૭ ચાલુ હોય અને પ્રોપર્ટીકાર્ડ પણ બની ગયેલ હોય. આવા કિસ્સામાં પ્રોપર્ટીકાર્ડનું ગામ નમુના નં.-૭ સાથે મેપિંગ કરીને ગામ નમુના નં.-૭ બંધ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં એક પ્રોપર્ટીકાર્ડ સામે એક ગામ નમુના નં.-૭, એક સામે અનેક પ્રોપર્ટીકાર્ડ, અનેક સામે એક પ્રોપર્ટીકાર્ડ અથવા અનેક સામે અનેક પ્રોપર્ટીકાર્ડ હોવા જેવી વિવિધ સ્થિતિઓનું મેપિંગ કરવાનું રહેશે.
પ્રકાર-૨: બિનખેતી થયેલ સર્વે નંબરના ગામ નમુના નં.-૭ ના આધારે પ્રોપર્ટીકાર્ડ બનાવી તેનું મેપિંગ કરીને ગામ નમુના નં.-૭ બંધ કરવાના કિસ્સા. આમાં જો પ્રોપર્ટીકાર્ડ ન બન્યું હોય તો તે બનાવીને ડુપ્લીકેશન ટાળવા માટેની જરૂરી ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
પ્રકાર-૩: જો ગામ નમુના નં.-૭ બંધ છે અને પ્રોપર્ટીકાર્ડ બનેલ છે પરંતુ તે અદ્યતન નથી, તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ટ અથવા ઇન્સ્પેક્ટર લે રેકર્ડ્સ દ્વારા વિગતવાર હુકમ કરી પ્રોપર્ટીકાર્ડમાં હુકમી નોંધ દાખલ કરીને તેને અદ્યતન કરવામાં આવશે.
આ કાર્યપધ્ધતિમાં મેપિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સક્ષમ સત્તાધિકારીની સહીથી પરિશિષ્ટ મુજબનો હુકમ કરવાનો રહેશે અને ગામ નમુના નં.-૬ માં ફેરફાર નોંધ દાખલ કરવાની રહેશે. જમીન રેકર્ડની આ તમામ અદ્યતન વિગતો અને કાર્યવાહી AnyROR પોર્ટલ પર ૅબિનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો જાણવૉ ના ઓપ્શનમાં જોઈ શકાશે.
જો પ્રોપર્ટીકાર્ડમાં ધારણકર્તા કે બીજા હક્કની વિગતો અદ્યતન ન હોય તો તે ડેટા પણ અદ્યતન કરવાનો રહેશે. પ્લોટવાઇઝ કે બહુમાળી મિલકતના કિસ્સામાં લે-આઉટ પ્લાન મુજબનું ક્ષેત્રફળ આખરી ગણવામાં આવશે. આ સમગ્ર કામગીરીના સંકલન અને દેખરેખની મુખ્ય જવાબદારી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની રહેશે. આ નવી સૂચનાઓનો તાત્કાલિક અસરથી અમલ કરવા મહેસૂલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
