તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 17th November 2026
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક
ડ્રગ્સના આખા નેટવર્કને જડમૂળથી ઉખડી નાખવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન વધારવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવા માટે રાજ્યની પોલીસ સઘન એક્શન મોડમાં આવી ગઈ છે, જેના ભાગરૂપે ગાંધીનગર પોલીસ ભવન ખાતે ડીજીપી જી.એસ. મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ANTF (એન્ટી નાકોટિક્સ ટાસ્ક ફોર્સ) ના અધિકારીઓની કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી સામે અત્યંત કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. ડ્રગ્સના આખા નેટવર્કને જડમૂળથી ઉખડી નાખવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન વધારવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ડ્રગ્સ માફિયાઓ સામેની આ લડાઈને વધુ તેજ બનાવી શકાય.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
