તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th November 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસની સમીક્ષા બેઠક યોજાઈ : ‘વહીવટી તંત્ર આપના દ્વારે’ અને ‘સશક્ત દીકરી - કલેક્ટર ઇન ક્લાસરૂમ’ જેવા નવતર અભિગમોની સરાહના કરી
છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માળખાકીય સુવિધાઓ અંગે તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જિલ્લાની ભૌગોલિક, સામાજિક અને આર્થિક રૂપરેખા તેમજ વિવિધ વિભાગોની પ્રગતિ અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ

અમદાવાદ તા.૨૮ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજરોજ કવાંટ તાલુકાના કડીપાણી જીએમડીસી ખાતે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની ભૌગોલિક, સામાજિક અને આર્થિક રૂપરેખા તેમજ વિવિધ વિભાગોની પ્રગતિ અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના અને આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટેની યોજનાઓ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ અને વન વિભાગ સહિતના તમામ વિભાગોની કામગીરીનો ઝીણવટભર્યો તાગ મેળવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ‘વહીવટી તંત્ર આપના દ્વારે’ અને ‘સશક્ત દીકરી - કલેક્ટર ઇન ક્લાસરૂમ’ જેવા નવતર અભિગમોની સરાહના કરી હતી. આ ઉપરાંત, આગામી સમયમાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ અને પીપીપી (PPP) ધોરણે મેડિકલ કોલેજ સહિતના અગત્યના પ્રોજેક્ટો અંગે રચનાત્મક પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ અને ડીસીએફ રૂપક સોલંકી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
