<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

અમદાવાદમાં રિક્ષાચાલકોની બીજા દિવસે હડતાલ યથાવત : મિશ્ર પ્રતિસાદ

સાબરમતી રેલવે સ્ટેશન પર કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરો પાસેથી ચાર ગણું ભાડું વસૂલતા હોવાની ફરિયાદો:પોલીસે વિવિધ સ્થળોએ પોલીસ પોઈન્ટ ગોઠવીને દેખરેખ વધારી

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે, જોકે હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં મોટા ભાગના રિક્ષાચાલકો હડતાળમાં જોડાયા નથી અને રાબેતા મુજબ રિક્ષા સેવા ચાલુ જોવા મળી રહી છે. બીજી તરફ, સાબરમતી રેલવે સ્ટેશન પર કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરો પાસેથી ચાર ગણું ભાડું વસૂલતા હોવાની ફરિયાદો સામે આવી છે. પેસેન્જરોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસે વિવિધ સ્થળોએ પોલીસ પોઈન્ટ ગોઠવીને દેખરેખ વધારી છે. અગાઉ હડતાળના પ્રથમ દિવસે પેસેન્જરોને હેરાન કરતા 13 રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં રિક્ષા સેવા અને મુસાફરોની સુવિધાને લઈને પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

(1:41 PM IST)