<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

માહિતીનો અધિકાર- બે દાયકાની સફર પુસ્‍તકનું હર્ષ સંઘવીના હસ્‍તે વિમોચન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪ :..  રાષ્‍ટ્રની સંસદ દ્વારા ઘડવામાં આવેલ માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫નો નાગરિકોના લાભાર્થે અમલ કરવામાં ગુજરાત રાજ્‍ય અગ્રસર છે. દેશના મોટા રાજ્‍યોના માહિતી આયોગ પૈકી ગુજરાત માહિતી આયોગ ઝડપી, પરિપક્‍વ, તર્કસંગત અને ન્‍યાય સંગત નિર્ણય થકી રાજ્‍યમાં માહિતી અધિકાર અધિનિયમના અમલ માટે પ્રસંશનીય ભૂમિકા અદા કરી રહ્યું છે. આ અધિનિયમના અમલને બે દાયકા એટલે કે ૨૦ વર્ષ પુરા થવાના અવસરે માહિતી અધિકાર અધિનિયમનો અમલ કરતા સરકારી વિભાગો, કચેરીઓ, અધિકારીઓ અને નાગરિકોના લાભાર્થે આયોગ દ્વારા તૈયાર કરાયેલ માહિતીનો અધિકાર, બે દાયકાની સફર નામના પુસ્‍તકનું  નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવી  દ્વારા દ્વારા વિમોચન વિમોચન કરવામાં કરવામાં આવેલ આવેલ છે. આ પ્રસંગે રાજયના મુખ્‍ય માહિતી કમિશનર શ્રી સુભાષ સોની,  રાજ્‍ય માહિતી કમિશનરઓ અને માહિતી આયોગના અધિકારીઓ સર્વશ્રી સુબ્રહ્મણ્‍યમ ઐયર, ભરત ગણાત્રા, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, જયદીપ દ્વિવેદી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ પુસ્‍તકમાં માહિતી અધિકાર અધિનિયમની ઐતિહાસિક પળષ્ઠભૂમિ, અધિનિયમ, નિયમો, કેન્‍દ્ર/રાજ્‍ય સરકારના અગત્‍યની હુકમોની જોગવાઈઓ, માહિતી આયોગની કામગીરી, ગુજરાત માહિતી આયોગના અગત્‍યના ચુકાદાઓ ઉપરાંત સુઙ્ઘિમ કોર્ટ, હાઈકોર્ટ, કેન્‍દ્રીય માહિતી આયોગ અને અન્‍ય રાજ્‍યોના માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલ કેટલાંક અગત્‍યના ચૂકાદાઓ મળી કુલ ૨૦૧ ચૂકાદાઓના ટૂંકસારનો સમાવેશ કરવામાં આવેલ છે.

પુસ્‍તક તૈયાર કરવામાં નાયબ સચિવ કમલેશ રાવલ, કાયદા અધિકારી જાગૃતિ પટેલ, અંગત સચિવ, ડો. નિરવ ઠક્કરનું મહત્‍વનું યોગદાન હોવાથી તેમને સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં.

આ પુસ્‍તકની સંપાદકીય ટીમ દ્વારા રાજ્‍યના મુખ્‍ય માહિતી કમિશનરશ્રી સુભાષ સોનીના માર્ગદર્શન હેઠળ અન્‍ય રાજ્‍યોના માહિતી આયોગ, કેન્‍દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્‍ય માહિતી આયોગ, વિવિધ રાજ્‍યની હાઇકોર્ટ્‍સ અને સુપ્રીમ કોર્ટના ૧૦૦૦ કરતા પણ વધુ ચુકાદાઓની સમીક્ષા કરીને, ૨૦૧ ઉપયોગી ચુકાદાઓ પસંદ કરીને, તેનો ટૂંકોસાર પુસ્‍તકમાં સમાવવામાં આવેલ છે.

આ પુસ્‍તક ટૂંક સમયમાં સરકારી પુસ્‍તક ભંડાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર તથા આયોગની કચેરી પરથી પ્રાપ્ત થઇ શકશે.

રાજ્‍ય વહીવટી તંત્ર સહિત તમામ સરકારી કચેરીઓ અને અધિકારીઓને તેઓના વિભાગ કે ખાતાના વડા દ્વારા સત્‍વરે આ પુસ્‍તક ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. નાગરિકોને પણ અપીલ છે કે, આ પુસ્‍તકના ઉપયોગ થકી માહિતી અધિકાર અધિનિયમના સુચારૂ અમલ માટે તેઓનો સક્રિય સહકાર આપે અને લોકશાહીની શક્‍તિ સમાન આ અધિનિયમનો તેઓના લાભાર્થે વધુમાં વધુ હકારાત્‍મક ઉપયોગ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

(2:26 PM IST)