News of Thursday, 1st October 2026
અમદાવાદના વાડજ વિસ્તારમાં ઉસ્માનપુરા નાબાર્ડ બેન્ક નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો :બે આરોપીઓને ઝડપી લેવાયા
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની વીંટી, iPad અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના વાડજ વિસ્તારમાં ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેર રોડ પર થયેલી લૂંટનો ભેદ LCB ઝોન-1ની ટીમે ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મોહમદઅરમાન શેખ અને સોહીલખાન પઠાણને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની વીંટી, iPad અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી લૂંટના ગુનામાં તેમની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
