હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
બનાસકાંઠાના દાંતામાં પૌરાણિક અંબા મંદિરની છત પર અચાનક આગ ભભૂકી : ફિલ્મ સીટી અંબા મહેલ ઝપેટમાં
અંબે માતાના મંદિરની પાછળ ફિલ્મ સિટીમાં બનાવેલા ઓરડાઓ આગની ચપેટમાં આવતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા

બનાસકાંઠાના દાંતામાં પૌરાણિક અંબા મંદિરની છત પર અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંદિરની છત પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ સુધી પ્રસરી ગઈ હતી. અંબે માતાના મંદિરની પાછળ ફિલ્મ સિટીમાં બનાવેલા ઓરડાઓ આગની ચપેટમાં આવતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
દાંતામાં ફાયર ફાઈટરની સુવિધાનો અભાવ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પાણી છાંટીને આગ ઓલવવામાં મદદ કરી હતી. અંતે અંબાજીથી ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
