News of Wednesday, 22nd July 2026
૨૨થી ૨૮ જુલાઈ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદનો રાઉન્ડ
મેઘરાજા ધમાકેદાર ઇનિંગ્સ રમવા તૈયાર : ચોમાસુ ધરી નોર્મલ સ્થિતિમાં અને શિયર ઝોન સક્રિય થતાં મેઘકૃપાની પૂરી શક્યતાઃ ગુજરાત રિજિયનનાઃ ૫૦% વિસ્તારમાં ૪થી ૬ ઇંચ, અમુક સ્થળે ૧૦ ઇંચથી વધુ ખાબકવાની આશંકાઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૭૫% ભાગોમાં ૧.૫થી ૨ ઇંચ, જ્યારે અતિ ભારે કેન્દ્રોમાં ૬ ઇંચથી વધુ ખાબકશેઃ અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૨: રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન તથા વર્તમાન હવામાન પરિબળોનું વિશ્લેષણ કરતાં જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, આગામી ૨૨થી ૨૮ જુલાઈ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં વરસાદનો સારો અને સક્રિય રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા છે.
અશોકભાઈ પટેલે હવામાનના મહત્વના પરિબળો વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, હાલ ચોમાસુ ધરી (Monsoon Trough) તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે. દરિયાની સપાટીથી ૧.૫ કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી આ ધરી જૈસલમેર, અજમેર, ગુના, સતના થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાયેલી છે. આ ઉપરાંત ૨૨ઓ ઉત્તર અક્ષાંશ પર ૩.૧ થી ૭.૬ કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સક્રિય છે, જે પヘમિ અને મધ્ય ભારતમાં વરસાદ વધારવામાં મદદરૂપ બનશે. સાથે જ, મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) છવાયેલું છે. વધુમાં, ૨૩/૨૪ જુલાઈ આસપાસ ગુજરાત પર ૫૦૦ hPa સ્તરે નવું UAC બે દિવસ માટે બનવાની શક્યતા હોવાથી મેઘ મહેર માટે સ્થિતિ અત્યંત અનુકૂળ બની રહી છે.
અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, ૨૨થી ૨૮ જુલાઈ દરમિયાન ગુજરાત રિજિયનમાં વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ તથા અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે.
૫૦% વિસ્તારમાં ૧૦૦ થી ૧૫૦ મી.મી. (લગભગ ૪ થી ૬ ઇંચ)
બાકીના ૫૦% વિસ્તારમાં ૫૦ થી ૧૦૦ મી.મી. (લગભગ ૨ થી ૪ ઇંચ)
સ્થાનિક લોકેશન્સ કેટલાક સ્થળોએ કુલ વરસાદ ૨૫૦ મી.મી. (૧૦ ઇંચ)થી વધુ પણ નોંધાઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર માટે અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં અને એક-બે દિવસ ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
૭૫% વિસ્તારમાં ૩૫ થી ૫૦ મી.મી. (લગભગ ૧.૫ થી ૨ ઇંચ)
અતિ ભારે વરસાદના કેન્દ્રોઅમુક અનુકૂળ વિસ્તારોમાં ૧૫૦ મી.મી. (૬ ઇંચ)થી વધુ
બાકીના ૨૫% વિસ્તારમાં ૩૫ મી.મી. (લગભગ ૧.૫ ઇંચ સુધી) વરસાદ પડી શકે છે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલોના મતભેદને કારણે આ આગાહીની વિશ્વસનીયતા મધ્યમ છે. જોકે, જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ પરિબળો સાથ આપે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની ૫૦% શક્યતા પણ રહેલી છે.
ટૂંકમાં, ૨૨થી ૨૮ જુલાઈનો આ સમયગાળો સમગ્ર ગુજરાત માટે ચાલુ ચોમાસાની સિઝનનો સૌથી વધુ સક્રિય અને ધમાકેદાર વરસાદી તબક્કો સાબિત થઈ શકે છે.
તો ચોમાસાની આ સિઝનનો સૌથી વધુે ધમાકેદાર તબક્કો સાબિત થશે
રાજકોટઃ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલોના મતભેદને કારણે આ આગાહીની વિશ્વસનીયતા મધ્યમ છે. જોકે, જો શ્ધ્ મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ પરિબળો સાથ આપે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ દર્શાવેલી આગાહી કરતાં ર્ંનોંધપાત્ર વધુ વરસાદ થવાની ૫૦્રુ શક્યર્તાં પણ રહેલી છે.
ટૂંકમાં, ૨૨થી ૨૮ જુલાઈનો આ સમયગાળો સમગ્ર ગુજરાત માટે ચાલુ ચોમાસાની સિઝનનો સૌથી વધુ સક્રિય અને ધમાકેદાર વરસાદી તબક્કો સાબિત થઈ શકે છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
