તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
રાજવી નગરી રાજપીપળા શહેર રખડતા જાનવરોનું શહેર બન્યું : પાલિકા તંત્ર નિષ્ક્રિય
રસ્તા રોકો આંદોલન કરતા હોય તેમ સાંકડી ગલીઓમાં બેઠેલા ગાયોના ટોળાના કારણે ત્યાંથી બાઇક પણ પસાર કરી શકાતુ નથી

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેર આમ તો રાજવી નગરી તરીકે જાણીતું છે પરંતુ હાલમાં લાંબા સમયથી આ શહેરના માર્ગો ઉપર રખડતા જાનવરો જ જણાય છે માટે હવે આ શહેર જાનવરોનું શહેર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે .
રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી રખડતા જાનવરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી થતી નથી, બીજી બાજુ ઢોર માલિકો આખો દિવસ પોતાના ઢોર છૂટા મૂકી દેતા અનેક વિસ્તારમાં આ ઢોર રખડે છે અને તેમના મળ મૂત્રના કારણે ગંદકી પણ ફેલાઈ છે.જ્યારે દરબાર રોડ પારેખ ખડકી સહિત અમુક વિસ્તારોમાં દરરોજ 15 થી 20 ની સંખ્યામાં ઢોરનું ટોળું બેસી રહેતા ત્યાંથી બાઇક પણ કાઢી શકાતી નથી અને આ ટોળામાંથી બે ચાર જાનવર વિફરે તો નાસભાગ પણ થતા ત્યાં રમતા બાળકો કે જતા આવતા વૃદ્ધના જીવ તાળવે ચોટી જાય છે. જોકે આ સમસ્યા ફક્ત રાજપીપળામાં નથી બલ્કે આખા ગુજરાતમાં માથાનો દુખાવો બની છે ત્યારે આ માટે સરકારે કોઈ મજબૂત એકશન પ્લાન તૈયાર કરી આ તકલીફનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
