<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગરૂડેશ્વરના ગભાણા ગામ, ભુતિયાધરા ફળીયા ગામે આવેલ વિધવા મહિલાના ઘરમાંથી રૂ.૯.૧૪ લાખની ચોરી

સોના ચાંદીના દાગીના અને રોકડ મળી લાખોની ચોરી થતા પોલીસ દોડતી થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગભાણા ગામ, ભુતિયાધરા ફળીયા ગામે આવેલ ઘરમાંથી રૂ.૯.૧૪ લાખની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.
     પ્રાપ્ત માહિતી અનુસાર વસુબેન ભગવનભાઇ ભુરાભાઇ તડવીની વિધવા પત્નિ (રહે.ભુતીયાધરા ફળીયુ ગભાણા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના ઘરના પાછળ આવેલ રસોડાના દિવાલમાં લગાવેલ સિમેન્ટની જાળી કોઈ અજાણ્યા ચોર એ તોડી ઘરમાં પ્રવેશ કરી વચ્ચેના રૂમમાં મુકેલ પતરાની તિજોરીનુ લોક તોડી દરવાજો ખોલી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના જેમા (૧) સોનાનો દોરો આશરે દોઢેક તોલા વજનનો જેની કિ.રૂ.આ.૧,૯૯,૫૦૦/- તથા (૨) સોનાનું લોકેટ આશરે બે તોલા જેટલા વજનનું જેની કિ.રૂ.આ. ૨,૬૬,૦૦૦/-તથા (૩) સોનાની વિટી નંગ-૪ આશરે દોઢેક તોલા વજનની જેની આશરે કિ.રૂ.૧,૯૯,૫૦૦/- તથા (૪) સોનાના ઝુમર એક જોડ વજન આશરે અડધા તોલાના જેની આશરે કિ.રૂ.૬૬,૫૦૦- તથા (૫) ચાંદીનો સેટ સોનાનું પાણી ચઢાવેલ વજન આશરે અડધા તોલાનું જેની આશરે કિ.રૂ. ૮૭,૫૦૦/-તથા (૬) ચાંદીના પગમાં પહેરવાના સાકળા બે જોડી વજન આશરે પાંચસો (૫૦૦ ગ્રામ)ના આશરે કિ.રૂ. ૮૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- મુકેલ જે સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ મળી કિ.રૂ. ૯,૧૪,૦૦૦/- ની સોના- ચાંદીના દાગીના તથા રોકડ રુપિયાની ચોરી કરી લઇ જઇ ગુનો કરતા એકતાનગર પોલીસે તપાસ હાથ ધરી છે

(10:45 PM IST)