તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Saturday, 11th July 2026
RTO પોર્ટલ ખોટકાયું: ૩૦,૦૦૦ અરજદારો અટવાયાઃ દિલ્હીની ટીમ મેદાનમાં
રાજ્યની તમામ આરટીઓ (RTO) કચેરીઓમાં ‘સારથી' પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ : પરિવહન પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાને કારણે વહીવટી કામગીરી ઠપ થઈ ગઈઃ ડ્રાઈવિંગ ટેસ્ટ અને અન્ય કામગીરી અટવાઈ

અમદાવાદ,તા.૧૧: ગુજરાત રાજ્યની તમામ આરટીઓ (RTO) કચેરીઓમાં હાલ 'સારથી' પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. પરિવહન પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાને કારણે વહીવટી કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના પરિણામે રાજ્યભરમાં ૩૦,૦૦૦ થી વધુ લોકો પોતાના ડ્રાઈવિગ ટેસ્ટ અને અન્ય કામગીરી માટે અટવાઈ પડ્યા છે.
ખાસ કરીને અમદાવાદ સહિતની મુખ્ય આરટીઓ કચેરીઓમાં દર ત્રીજે દિવસે પોર્ટલ બંધ થઈ જતું હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે.અમદાવાદ આરટીઓ કચેરીની વ્યથા તો ત્યાં સુધી છે કે, કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખવા માટે ૪૫ જેટલા અલગ-અલગ લોગિન પાસવર્ડ યાદ રાખવા પડે છે, જે પોર્ટલની જટિલતા અને ટેકનિકલ નબળાઈ દર્શાવે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવે દિલ્હીથી આવેલી સ્પેશિયલ ટેકનિકલ ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને પોર્ટલના સર્વર તથા અન્ય ખામીઓ સુધારવા કવાયત શરૂ કરી છે. આરટીઓ અધિકારીઓએ પણ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેટલાક મહત્વના સૂચનો સરકાર સમક્ષ રજૂ કર્યા છે, જેથી નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવી.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
