<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ભરૂચના હાંસોટમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ: જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીનું જ સામ્રાજ્ય

વિકટ પરિસ્થિતિના લીધે હજારો વીઘા જેટલા વિશાળ લીલાછમ ખેતરો પાણીમાં ડૂબી જવાથી સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા

ભરૂચના હાંસોટ વિસ્તારમાં કીમ નદીએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પૂરના ભયાનક દ્રશ્યો ડ્રોન કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે. પૂરના કારણે સર્જાયેલી આ કુદરતી આફતથી સમગ્ર પંથક ભારે પ્રભાવિત થયો છે, જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના લીધે હજારો વીઘા જેટલા વિશાળ લીલાછમ ખેતરો પાણીમાં ડૂબી જવાથી સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે.

(8:54 PM IST)