તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ચા પીવાના બહાને લાખોનું સોનું લઈ ફરાર ! અમદાવાદના કાલુપુરમાં જ્વેલર્સના કારીગરનો કારસ્તાન : CCTV ફૂટેજ તપાસતી પોલીસ
સંદિપ જ્વેલર્સમાંથી ₹7.56 લાખની ચોરી : 38 ગ્રામની બંગડી અને 14 ગ્રામ સોનાનો ભૂકો લઈને પશ્ચિમ બંગાળનો કારીગર વિશ્વનાથ સામંતા ફરાર

અમદાવાદ તા.૨૭ : અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વિશ્વાસઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલુપુરમાં આવેલી જાણીતી સંદિપ જ્વેલર્સમાંથી લાખો રૂપિયાનું સોનું ચોરી થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ, પશ્ચિમ બંગાળનો વતની વિશ્વનાથ ઉર્ફે વિસુ સામંતા સંદિપ જ્વેલર્સમાં કારીગર તરીકે કામ કરતો હતો. બનાવના દિવસે તે દુકાનમાંથી નીચે ચા-પાણી પીવા જવાનું કહીને બહાર નીકળ્યો અને પછી પરત ફર્યો જ નહીં.
લાંબો સમય સુધી પરત ન ફરતા માલિકને શંકા ગઈ અને દુકાનમાં તપાસ કરતા ચોરી સામે આવી. તપાસમાં 38 ગ્રામ વજનની સોનાની બંગડી જેની કિંમત ₹5.60 લાખ છે અને 14 ગ્રામ સોનાનો ભૂકો જેની કિંમત ₹1.95 લાખ છે, એમ કુલ ₹7.56 લાખનું સોનું ગાયબ હતું.
દુકાનના માલિકે તાત્કાલિક કાલુપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વનાથ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
