News of Wednesday, 28th October 2026
દિવાળી પહેલાં ST બસોમાં બુકિંગનો ધસારો, ૧.૪૫ લાખથી વધુ સીટ બુક
બુકિંગ થકી નિગમને અંદાજે રૂ. ૪.૭૨ કરોડની આવક પ્રાપ્ત થઈ : દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો પોતાના વતન પહોંચવા માટે અનુકૂળ તારીખો પસંદ કરી રહ્યા છે

અમદાવાદ,તા.૨૮: દિવાળીના તહેવારો નજીક આવતાં જ ગુજરાતમાં વતન તરફ જવા માટે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માગતા લોકો અત્યારથી જ મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની બસોમાં એડવાન્સ બુકિગમાં નોંધપાત્ર વધારો થયો છે. મુસાફરોના આ પ્રતિસાદથી નિગમની આવકમાં પણ મોટો વધારો નોંધાયો છે.
અમદાવાદ દિવાળીના તહેવારો નજીક આવતાં જ ગુજરાતમાં વતન તરફ જવા માટે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માગતા લોકો અત્યારથી જ મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની બસોમાં એડવાન્સ બુકિગમાં નોંધપાત્ર વધારો થયો છે. મુસાફરોના આ પ્રતિસાદથી નિગમની આવકમાં પણ મોટો વધારો નોંધાયો છે.
નિગમના ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS)ના આંકડા મુજબ, ૧થી ૧૫ નવેમ્બર દરમિયાનની મુસાફરી માટે અત્યાર સુધીમાં કુલ ૧,૪૫,૦૦૭ સીટનું એડવાન્સ બુકિગ થઈ ચૂક્યું છે. આ બુકિગ થકી નિગમને અંદાજે રૂ. ૪.૭૨ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ આંકડા દર્શાવે છે કે તહેવારો દરમિયાન વતન જવા માટે લોકો જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહ્યા છે. છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે મુસાફરો અગાઉથી આરક્ષણ કરાવી રહ્યા છે.
બુકિગના આંકડામાં ૬ નવેમ્બરની મુસાફરી સૌથી આગળ રહી છે. આ દિવસ માટે કુલ ૨૨,૩૨૯ સીટનું આરક્ષણ નોંધાયું છે. ત્યારબાદ ૭ નવેમ્બર માટે ૨૦,૯૨૮ અને ૫ નવેમ્બર માટે ૨૦,૮૧૨ સીટ બુક થઈ છે. જ્યારે ૮ નવેમ્બરની મુસાફરી માટે ૮,૧૩૫ સીટનું બુકિગ નોંધાયું છે. દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો પોતાના વતન પહોંચવા માટે અનુકૂળ તારીખો પસંદ કરી રહ્યા છે.
બીજી તરફ, તહેવારોની સિઝનમાં દૈનિક બુકિગમાં પણ તેજી જોવા મળી રહી છે. ૨૫ ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં ૧૮,૪૧૧ સીટનું બુકિગ થતાં નિગમને રૂ. ૫૭.૫૮ લાખથી વધુની આવક થઈ હતી. જ્યારે ૨૪ ઓક્ટોબરે ૧૭,૨૨૫ સીટ બુક થવાથી રૂ. ૫૪.૮૩ લાખની આવક નોંધાઈ હતી. દિવાળીના દિવસો નજીક આવતાં બુકિગનો આ પ્રવાહ વધુ વેગ પકડે તેવી શક્યતા છે. તેથી મુસાફરોએ પોતાની મુસાફરીની તારીખ અને રૂટ પ્રમાણે ટિકિટનું આયોજન સમયસર કરવું હિતાવહ છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
