તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 29th October 2026
સાબરમતી આશ્રમ-રાજકોટનો કબા ગાંધીનો ડેલો હવે રમત-ગમત વિભાગ હેઠળ
બન્ને સંસ્થાનો વહીવટ ખસેડીને રમત-ગમત, યુવા વિભાગને સોંપાયો

અમદાવાદ ,તા.૨૯: અમદાવાદમાં ગાંધીજીના ઐતિહાસિક વારસાની જાળવણી કરતી અગ્રેસર સંસ્થાઓ એવી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ તથા રાજકોટના ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ (કબા ગાંધીના ડેલા)ના વહીવટમાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત અત્યાર સુધી શિક્ષણ વિભાગ હસ્તક સંચાલિત થતી આ બંને મહત્વની સંસ્થાઓનો વહીવટ હવે સત્તાવાર રીતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ અનુસાર, મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોની પ્રવૃત્તિઓ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કાર્યક્ષેત્ર સાથે સમાનતા ધરાવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ શિક્ષણ વિભાગના જુદા-જુદા ઠરાવો અંતર્ગત સાબરમતી આશ્રમ ટ્રસ્ટને એડહોક ધોરણે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને રાજકોટ સ્થિત કબા ગાંધીના ડેલાના અંશકાલીન કર્મચારીઓના પગાર તથા નિભાવ માટે વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, અને આ બંને સંસ્થાઓને અપાતી નાણાકીય સહાય અંદાજપત્ર સદર પરચુરણ અનુદાન હેઠળ સ્ટેન્ડિંગ ચાર્જીસ તરીકે કરવામાં આવે છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને ધ્યાને લઈને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે ગત એપ્રિલ મહિનામાં જ આ વહીવટ સ્વીકારવા માટે સત્તાવાર સંમતિ દર્શાવી હતી અને સરકારની ઉચ્ચસ્તરીય વિચારણા તથા મંજૂરી બાદ હવે શિક્ષણ વિભાગે આ બંને વિષયોનો વહીવટ અધિકૃત રીતે રમત-ગમત વિભાગને હસ્તાંતરિત કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ પૂરતી ગ્રાન્ટ ફાળવણી અને નાણાકીય વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા જ કરાશે, કારણ કે આ વર્ષ માટેનું બજેટ શિક્ષણ વિભાગ હેઠળ મંજૂર થયેલું છે, જોકે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮થી આ સંસ્થાઓ માટેનું અલગ બજેટ અને નાણાકીય જોગવાઈ કરવાની તમામ કાર્યવાહી હવે આ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
