<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર વધુ એકવાર પથ્થરમારો: આગળના ભાગનો કાચ તૂટી ગયો

લાઠી-ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થરમારો કર્યો: સીટ નંબર 09 અને 10 પાસેની બારીના કાચ પર પથ્થર વાગતાં કાચ તૂટી ગયો

અમરેલી જિલ્લામાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લાઠી અને ખીજડીયા વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. અચાનક થયેલા પથ્થરમારાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો. લાઠી-ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો  ટ્રેનના કોચ નંબર TSTC EC233941ને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યો. હતો સૂટ  નંબર 09 અને 10 પાસેની બારીના કાચ પર પથ્થર વાગતાં કાચ તૂટી ગયો હતો  ડાબી બાજુની વિન્ડોનો કાચ તૂટતાં ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે  RPF અને C&W સ્ટાફને ઘટનાની જાણ કરાઈ છે 

(5:04 PM IST)